ફી વધારો પાછો ખેંચો, ડોનેશન પ્રથા બંધ કરો, FRCમાં વાલીનો સમાવેશ કરો : મોરબીમાં “આપ”ની માંગ

- text


જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરીએ આવેદન

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા ,ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ સાથે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ માંગણી અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.

દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળામાં ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે.આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બૂટ મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.ત્યારે ગુજરાતની જનતાને માટે “આપ” દ્વારા ત્રિવેણી માંગ સાથે અન્ય પાયારૂપ માંગ કરવામાં આવી છે.કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે.બીજી બાજુ મોંધવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે.એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે.

- text

જેમાં પ્રાઇવેટ સ્કૂલોની ફી વધારો પાછો ખેંચવામાં આવે.ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે અને ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે.યુનિફોર્મ પુસ્તકો નોટબુક, બુટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે.પ્રાઇવેટ સ્કુલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે.FRC કમિટીમાં વાલીઓને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે વગેરે જેવી માંગ કરવામાં આવી છે.

આ તમામ માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન કરવામાં આવશે.મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ અને મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ પ્રાઈવેટ સ્કુલની ફી વધારો પાછો ખેચવા અને ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમીટીમાં વાલી સભ્યનો સમાવેશ કરવા બાબતે મોરબી તાલુકા મંત્રી નરભેરાભાઈ દેસાઈ,મોરબી જીલ્લા સોશિયલ મીડિયા કો.ઈન્ચાર્જ કમલેશભાઈ ફાચરા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા મોરબી તાલુકા આઇ.ટી. ઈન્ચાર્જ લલિત ખરા દ્રારા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text