હમીરપરમાં જાહેર જમીન પર પવનચકકી કે વીજપોલ બનાવવા ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી

- text


હમીરપર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી કલેક્ટરને આવદેન કરાયું : ખરાબાની જમીનમાં બાંધકામ થતા ખેડૂતોને નુકશાન થતું હોવાની રાવ

ટંકારા : હમીરપર ગ્રામ પંચાયત દ્વારા સરકર્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે કે ગામ લોકોના સુખાધિકાર તેમજ સ્વચ્છ પર્યાવરણને હાનિ ન પહોંચે તે માટે ગામ આસપાસ ખરાબાની જમીનમાં તેમજ ગૌચરની જમીનમાં કોઈપણ વિન્ડફાર્મ (પવનચકકી) પોલ કે અન્ય સરકારની કોઈપણ યોજનાને આવી ખરાબાની જમીનમાં બાંધકામ કરવા કે અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરવા દેવા જો મંજુરી આપવામાં આવશે નહીં.અને જો મંજૂરી આપવામાં આવે તો સમસ્ત ગામલોકોની મંજૂરી લેવી જરૂરી ઠેરવી છે.આ ઠરાવ કલેક્ટરને આપવા હમીરપર ગામના નાગરિકો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હમીરપર ગ્રામ પંચાયત દ્વારા ગત તા.૧૯-૪-૨૦૨૨ના રોજ ગામના સરપંચના અધ્યક્ષ સ્થાને,ઉપ સરપંચ તથા પંચાયતના તમામ સભ્યોની હાજરીમાં સરકર્યુલર ઠરાવ કરવામાં આવેલ હતો.ગામ લોકોની જાહેર સુખાધિકારી તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખતા ગામ આસપાસ ખરાબાની જમીનમાં તેમજ ગૌચરની જમીનમાં કોઈપણ વિન્ડફાર્મ (પવનચકકી) પોલ કે અન્ય સરકારની કોઈપણ યોજનાને આવી ખરાબાની જમીનમાં બાંધકામ કરવા કે અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરવા દેવા જો મંજુરી આપવામાં આવે તો ગામ લોકોના સુખાધિકાર તેમજ સ્વચ્છ પર્યાવરણને હાનિ પહોંચે તેમ હોય.

જેથી સરકર્યુલર ઠરાવ કરી સર્વાનુમતે ઠરાવવામાં આવે છે કે હમીરપર ગ્રામ પંચાયત હસ્તકના કોઇપણ ખરાબામાં,ગૌચરની જમીનમાં કે ગામ આસપાસ કોઈપણ જગ્યાએ વિન્ડફાર્મ (પવનચકકી) પોલ કે અન્ય કોઈપણ હેતુ માટે જમીન આપવા સામે સમસ્ત ગ્રામજનોનો સખત વિરોધ છે. અને પંચાયતની પૂર્વ મંજુરી વગર જો આવી કોઈપણ યોજના હાથ ધરવામાં આવશે.તો ગ્રામજનોની સુખાધિકારી તેમજ પર્યાવરણને થતું નુકશાન ધ્યાને લઈ તેને બંધ કરાવવા સરકારમાં રજુઆત કરવા અને આવી પ્રવૃતિ અટકાવી ગામના ખરાબાની જમીનમાં વાવવામાં આવેલ ઝાડ તેમજ હમીરપર ગામના ખેડુત ખાતેદરોને નુકશાન થાય તેમ છે.આથી પવનચકકીઓ કે તેના વિજ લાઈનના થાંભલાને કોઈપણ રીતે મંજુરી નહી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવે છે.

આ કલેક્ટરને ઠરાવ આપવા હાજર રહેલ હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ વલ્લભભાઈ ભોરણીયા,ગ્રામ પંચાયતના તમામ સભ્યો,ટંકારા તાલુકાના કાંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, ટંકારા તાલુકાના વિરોધ પક્ષના નેતા વિપુલભાઈ કુંડારીયા,ધર્મેન્દ્રભાઇ અઘેરા તથા તમામ હમીરપર ગામના તમામ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

- text

- text