મોરબીમાં શરૂ થઈ ગયો છે સેમસંગ કંપનીનો એકમાત્ર ઓથોરાઈઝડ શોરૂમ ‘સેમસંગ પ્લાઝા’

- text


જૂના અને જાણીતા તેમજ વિશ્વસનીય યોગી ઈલેક્ટ્રોનિક્સ દ્વારા સેમસંગ કંપનીના એક્સકલુઝીવ શો રૂમનું લોન્ચિંગ

મોરબીવાસીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન સમાન સેમસંગ પ્લાઝામાં મોબાઈલ, ટી.વી., ફ્રીજ, એ.સી., વોશિંગ મશીન, ડિશ વોશર, માઈક્રોવેવ ઓવન જેવી સેમસંગ કંપનીની તમામ એસેસરીઝ હાજર સ્ટોકમાં

ગ્રાહકોને મળશે રેગ્યુલર ઓફર્સ સાથે સ્પેશિયલ લોંચિગ ડિસ્કાઉન્ટ ઓફર તેમજ ઈઝી ઈન્સ્ટોલમેન્ટ સાથે ફાયનાન્સ ફેસેલિટી


(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે યોગી ઈલેક્ટ્રોનિક્સ લઈને આવ્યુ છે મોરબીનો સૌ પ્રથમ અને એકમાત્ર કંપની ઓથોરાઈઝડ શો રૂમ ‘સેમસંગ પ્લાઝા’. રામનવમીના પાવન પર્વે યોગી ઈલેક્ટ્રોનિક્સ દ્વારા મોરબી શહેરમાં ચિત્રકૂટ સિનેમા પાછળ જૂના મહાજન ચોક નજીક શેરી નંબર-2માં ભવ્ય અને વિશાળ ‘સેમસંગ પ્લાઝા’ શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સેમસંગ કંપનીની તમામ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ એક જ જગ્યાએ મળી રહશે, એ પણ વ્યાજબી ભાવે.

મોરબીના 12 વર્ષ જૂના અને જાણીતા તેમજ વિશ્વસનીય યોગી ઈલેક્ટ્રોનિક્સ દ્વારા રામનવમીના શુભ દિવસે મોરબીમાં સેમસંગ કંપનીનો સૌ પ્રથમ ઓથોરાઈઝડ ‘સેમસંગ પ્લાઝા’ શો રૂમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શો રૂમની વિશેષતા એ છે કે અહીં મોબાઈલ, ટી.વી., ફ્રીજ, એ.સી., વોશિંગ મશીન, ડિશ વોશર, માઈક્રોવેવ ઓવન જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે. એટલે ગ્રાહકો પોતાની જરૂરિયાત અને શોખ પ્રમાણે લોઅરથી હાયર રેટમાં વિવિધ કેટેગરીમાં, જુદા-જુદા ફિચર્સ સાથે ફેન્સી અને કલરફુલ ડીઝાઈનમાં પોતાને ગમતી એસેસરીઝ ખરીદી શકશે. ત્યારે તમને ‘સેમસંગ પ્લાઝા’માં ઉપલબ્ધ તમામ પ્રોડક્ટની ખાસિયત પણ જણાવી દઈએ.

મોબાઈલ

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. મોબાઈલ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે સેમસંગ પ્લાઝામાં સેમસંગ કંપનીના સૌથી સસ્તાથી લઈ મોંઘા લક્ઝરી મોબાઈલના તમામ કેટેગરીના મોડલ સ્ટોકમાં છે. તેમજ મોબાઈલ એસેસરીઝમાં પાવર બેંક, ચાર્જિંગ કેબલ, બ્લુટુથ હેન્ડસ ફ્રી સહિત તમામ એસેસરીઝ ઉપલબ્ધ છે.

એર કન્ડિશનર

હાલ ઉનાળાએ જમાવટ કરી છે. ત્યારે ગરમીમાં રાહત મેળવવા એર કન્ડિશનરની તાતી જરૂર પડે છે ત્યારે અહીં સેમસંગ કંપનીના વિન્ડ ફ્રી ટેકનોલોજીના થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર એ.સી. ફૂલ રેન્જમાં સ્ટોકમાં અવેલેબલ છે.

ટેલિવિઝન

હાલ લોકો માટે ટી.વી.એ જરૂરિયાત અને લક્ઝરી બંને માટેની પ્રોડક્ટ છે. આથી, સેમસંગ પ્લાઝામાં લોઅરથી હાયર પ્રાઈઝમાં ટી.વી. ઉપલબ્ધ છે. અહીં ટી.વી. 32થી 75 ઇંચ એટલે કે સ્મોલથી લાર્જ સાઈઝમાં 8k, ક્યુલેડ, એચ. ડી., ફ્રેમ ટી.વી. જેવી વિવિધ કેટેગરીમાં મળી રહેશે.

રેફ્રિજરેટર

ઉનાળાની અસહ્ય ગરમીમાં ફ્રીજ વિનાના જીવનની કલ્પના પણ ન થાય. ત્યારે સેમસંગ પ્લાઝામાં વિવિધ કેટેગરીમાં રેફ્રિજરેટર ઉપલબ્ધ છે. જેમાં થ્રી ડોર કન્વર્ટેબલ કેટેગરીમાં 250થી 700 લીટર તેમજ ડિજિટલ ઇન્વર્ટર કેટેગરીમાં 192 લીટરથી વિવિધ રેન્જમાં ફ્રીજ મળી રહેશે. આ ઉપરાંત, પાવર સેવરની સુવિધાવાળા તેમજ ગ્લોસી, મેટ, સ્ટીલ ફિનિશિંગમાં રંગીન અને વિવિધ ડિઝાઇનવાળા ફ્રીજ સ્ટોકમાં છે.

વોશિંગ મશીન

વોશિંગ મશીન મહિલાઓને ઘરનું કામકાજ સરળ અને બનાવવામાં મદદરૂપ બને છે. ત્યારે સેમસંગ પ્લાઝામાં સેમી વોશિંગ મશીનમાં મેન્યુઅલ વોશિંગ મશીન, ટોપ લોડમાં 6.30 થી 11 કિલોગ્રામના વોશિંગ મશીન, વાઈબ્રેશન લેસ વોશિંગ મશીન, ફૂલી ઓટોમેટેડ વોશિંગ મશીન જેવી અનેક કેટેગરીમાં વોશિંગ મશીન ઉપલબ્ધ છે. આ ઉપરાંત, નવી અને અપડેટેડ ટેકનોલોજી સાથેનું એડ વોશ ફીચર ધરાવતું યુનિક વોશિંગ મશીન પણ અવેલેબલ છે. જેમાં કોઈ કપડાં વોશિંગ મશીનમાં નાખવાના રહી ગયા હોય તો પાછળથી ઉમેરી શકાય છે.

ડીશ વોશર અને માઈક્રોઓવન

વર્કિંગ વુમનની હેક્ટિક શેડ્યુલ થઈ જવાથી હવે ડીશ વોશર પણ ચલણમાં આવતું જાય છે. ત્યારે સૌથી વાજબી ભાવે વિવિધ કેટેગરી સાથે તેમજ ખાસ કરીને જમ્સ ફ્રી ડીશ વોશર સેમસંગ પ્લાઝામાં મળી રહે છે. આ ઉપરાંત, હીં કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે સેમસંગ બ્રાન્ડના માઈક્રોઓવન પણ સરળતાથી ગ્રાહકોને મળી જશે.

- text

આમ, મોરબીની ગૃહિણીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન સમાન યોગી ઈલેક્ટ્રોનિક્સના સેમસંગ પ્લાઝામાં મોબાઈલ, ટી.વી., ફ્રીજ, એ.સી., વોશિંગ મશીન, ડિશ વોશર, માઈક્રોવેવ ઓવન જેવી સેમસંગ કંપનીની તમામ વસ્તુઓ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે. જ્યાં ગ્રાહકોને રેગ્યુલર ઓફર્સ સાથે સ્પેશિયલ લોંચિગ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ પણ મળશે. તેમજ ઈઝી ઈન્સ્ટોલમેન્ટ સાથે ફાયનાન્સ ફેસેલિટી પણ ઉપલબ્ધ છે. સાથેસાથે ક્રેડિટ કાર્ડ ઉપર પણ ઈઝી ફાયનાન્સ અને આકર્ષક કેશબેક ઓફર તો ખરી જ! વધુ વિગત માટે મો. નંબર 98256 48696 પર સંપર્ક કરી શકાય છે. ત્યારે એક વખત ચોક્કસ યોગી ઈલેક્ટ્રોનિક્સના એક્સકલુઝીવ એવા ‘સેમસંગ પ્લાઝા’ની મુલાકાત લેવા જેવી ખરી!

- text