વાતાવરણમાં પલટા વચ્ચે મોરબીમાં કમોસમી છાંટા વરસ્યા

- text


20 અને 21 જાન્યુઆરીએ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં કમોસમી વરસાદી ઝાપટાના અહેવાલ

મોરબી : હવામાન વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે તા.20 અને 21 એપ્રિલના રોજ વાતાવરણમાં પલટા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ આજે સવારથી મોરબીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને બપોરે ત્રણ વાગ્યા બાદ સમગ્ર મોરબી શહેરમાં કમોસમી છાંટા વરસ્યા હતા.

એપ્રિલ માસની શરૂઆત સાથે જ રાજ્યભરમાં હીટવેવની અસર શરુ ગરમીનો પારો વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે તેવા સંજોગોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ દબાણને પગલે હવામાન વિભાગ દ્વારા તા.20 અને 21 એપ્રિલના રોજ સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસવા આગાહી કરવામાં આવી હતી.

દરમિયાન આજે સવારથી મોરબી શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોરના સમયે ત્રણેક વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારમા કમોસમી છાંટા વરસતા લોકોએ લાંબા સમય બાદ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી.

- text

- text