મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકે મયુર પંડ્યા મુકાયા

- text


 

એસઓજીના જે.એમ. આલ પાસેથી ચાર્જ પરત લેવાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકેનો ચાર્જ એસઓજીના જે.એમ.આલ પાસેથી પરત લેવામાં આવ્યો છે. આ પીઆઇ તરીકે મયુર પંડ્યાને મુકવામાં આવ્યા છે.

- text

મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકે લિવ રિઝર્વમાં રહેલા મયુર પંડ્યાને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અગાઉ આ જગ્યા ખાલી હોય એસઓજી પીઆઇ જે.એમ.આલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે હવે પરત લઈ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પીઆઇ મયુર પંડ્યા જૂનાગઢના રહેવાસી છે. અગાઉ તેઓ ગોધરા ફરજ પર હતા. એક મહિના પહેલા જ મોરબી મુકાયા હતા. તેઓએ એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ગુનાખોરીને ડામવા ઉપર ભાર મૂકવામાં આવશે તેવું જણાવ્યું હતું.

- text