વાઘગઢ ગામે કાલે શનિવારે ત્રીવેણી કાર્યક્રમનું આયોજન

- text


ગામ વિકાસમાં યોગદાન આપનારનું સન્માન,ગામની દરેક શેરીનું નામકરણ,હનુમાન જન્મ જયંતિની ઉજવણી કરાશે

વાઘગઢ : વાઘગઢ ગામે ગ્રામપંચાયત તથા ગામ અને શાળા દ્વારા ગામ વિકાસમાં યોગદાન આપનારનું સન્માન,ગામની દરેક શેરીનું ભારતના મહાપુરૂષોના નામે નામકરણ,હનુમાન જન્મ જયંતિની ઉજવણી એમ ત્રીવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વાઘગઢ ગામે ગ્રામપંચાયત તથા ગામ અને શાળા દ્વારા સ્વચ્છતા અને ગામ વિકાસમાં અમુલ્ય યોગદાન આપનારનું સન્માન તથા ગામની દરેક શેરીનું ભારતના મહાપુરૂષોના નામ દ્રારા વિશેષ નામકરણને ખુલ્લા મુકવા તથા હનુમાન જન્મ જયંતિ નિમિતે આખા ગામનું મહાપ્રસાદનું એમ ત્રીવેણી કાર્યક્રમનું આયોજન કરેલ છે.

- text

આવતીકાલે તા.૧૬ને શનિવારે કાર્યક્રમો યોજાશે.જેમાં સમસ્ત ગામને આમંત્રણ આપવામાં આવ્યું છે.સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે.સાંજે ૬ કલાકે શેરીનું નામકરણ,૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી-વાઘગઢ ખાતે સન્માન કાર્યક્રમ અને ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે.

- text