મોરબીમાં પૂર્વ ધારાસભ્યના આંગણે બ્રહ્મ સમાજના યુગલના ઘડિયા લગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્યે શરૂ કરેલ શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને પગલે આજરોજ બ્રહ્મ સમાજના યુગલના ઘડિયા લગ્ન યોજાયા હતા.આ ઘડિયા લગ્નમાં તમામ ખર્ચ પૂર્વ ધારાસભ્ય વતી હોય છે.આ ઘડિયા લગ્નમાં પુર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

- text

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે.તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે.ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં બ્રહ્મ સમાજના યુગલના ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં મોરબીના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

- text