લુઇબ્રેલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા રવિવારે બોલીવુડ મ્યુઝિકલ નાઇટ યોજાશે

- text


મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે કાર્યરત લુઇબ્રેલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા આગામી તા.17/4/2022ને રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, રવાપર રોડ, મોરબી-1 ખાતે બોલિવૂડ મ્યુઝિક નાઈટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સંગીત કાર્યક્રમમાં સર્વે મોરબીવાસીઓને પધારી ગ્રુપનો ઉત્સાહ વધારવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે હાતિમતાઈ રંગવાલા (94299 78930), સિદ્ધાર્થભાઈ જોશી (92288 97372) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text