અમેરિકાના સૌથી મોટા કવરિંગ સિરામીક એક્સપોમાં મોરબી છવાયું

- text


મોરબીની 20થી વધુ કંપનીઓ દ્વારા રજૂ કરાયેલ આંતરરાષ્ટ્રીય ક્વોલિટીની જીવીટી અને સ્લેબ પ્રોડક્ટની બોલબાલા

મોરબી : આજથી અમેરિકામાં વિશ્વના સૌથી મોટા ગણાતા કવરિંગ સિરામીક એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે જેમાં મોરબીની ટોપ મોસ્ટ ગણાતી 20થી વધુ કંપનીઓ દ્વારા અમેરિકામાં જેની સૌથી વધુ ડિમાન્ડ છે તેવી જીવીટી અને સ્લેબ પ્રકારની સિરામીક ટાઇલ્સની અવનવી પ્રોડક્ટ ડિસ્પ્લે કરતા અમેરિકન લોકોમાં મોરબીની પ્રોડક્ટ રીતસર છવાયેલ જોવા મળી હતી.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર મોરબી દ્વારા હાલમાં અનેક સમસ્યાઓ વચ્ચે પણ અમેરિકામાં દર વર્ષે રૂપિયા 900થી 1000 કરોડ રૂપિયાની સિરામીક પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને અમેરિકામાં મોરબીનું એક્સપોર્ટ વધે તેવા ઉમદા હેતુ સાથે આજથી અમેરિકાના સૌથી મોટા કવરિંગ સિરામીક એક્ઝિબિશનનો પ્રારંભ થતા મોરબીની 20 જેટલી કંપનીઓ અને 50 જેટલા ઉદ્યોગકારો ખાસ આ એક્ઝિબિશનમાં જોડાયા છે અને પોતાની અવનવી પ્રોડક્ટ આ વિશ્વના સૌથી મોટા ગણાતા એક્ઝિબિશનમાં વટ ભેર પ્રદર્શિત કરી છે.

વધુમાં અમેરિકામાં આજથી શરૂ થયેલ કવરિંગ એક્ઝિબિશન અંગે એક્ઝિબિશનમા હાજરી આપનાર મોરબી સિરામીક એસોશિએશનના પૂર્વ પ્રમુખ અને કેપેકસીલના સિનિયર વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં મોરબીની જીવીટી અને સ્લેબ પ્રોડકટની ખૂબ જ સારી એવી ડિમાન્ડ જોતા આ એક્ઝિબિશનમાં મોરબીની 20 જેટલી કંપનીઓએ પોતાની અવનવી અને વૈશ્વિક કક્ષાની પ્રોડકટ રજૂ કરી છે જે અમેરિકનો માટે આકર્ષણ રૂપ બની હતી.

વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યુ હતું કે, અમેરિકાના સૌથી મોટા ગણાતા કવરિંગ સિરામીક એક્ઝિબિશનમાં કેપેક્સીલ દ્વારા આયોજીત ભારતીય પેવેલીયનની મુલાકાતે ભારતીય કોન્સ્યુલેટ જનરલ ડો.જે.વી . નાગેન્દ્ર પ્રસાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય કંપનીઓના અમેરીકામાં એક્સપોર્ટ માટે પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું.

આ ઉપરાંત આવનાર સમયમા મોરબીની સિરામીક ટાઇલ્સને અમેરીકા એક્સપોર્ટ માટે જે પણ જરૂરીયાત હોય તે પુરી પાડવા માટે તેઓએ તત્પરતા દેખાડેલ હતી

- text

આ એક્ઝિબિશનમાં કેપેક્સીલના સીનીયર વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ જેતપરિયાએ સિરામીક ઉધોગના વિકાસ અર્થે તેમજ જુદા જુદા ટેકનીકલ તેમજ કોમર્શિયલ બાબતો જેવી કે ડયુટી તેમજ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તેમજ મોરબીનુ મેઇક ઇન ઇન્ડીયા બ્રાન્ડ પ્રમોટ કરવા માટે પણ ચર્ચા વિચારણા કરી સિરામીક ઉધોગના વિકાસ માટેની તક મળી તે બદલ નિલેષ જેતપરીયાએ ભારત સરકારનો પણ આભાર માન્યો હતો.

- text