મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 10620 કબ્જે લીધા હતા.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિશિપરા રણછોડનગરમાં સરદારજીના બંગલા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા શૌકત ઇસ્માઇલભાઇ સાયચા, જાવેદ ઇસ્માઇલભાઇ સાયચા અને ભરત ઉર્ફે હિતેશ રવજીભાઇ ઉર્ફે ગુલાબભાઇ રેશીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,620 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text