સીએનજી ગેસના ભાવમાં મધરાતથી 6.45 નો ભાવ વધારો

- text


 

ગુજરાત ગેસ કંપની દ્વારા કાર – રીક્ષા ચાલકોને જોરદાર ફટકો માર્યો

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા આજે મધ્યરાત્રીના 12 વાગ્યાથી સીએનજી ગેસના ભાવમાં રૂપિયા 1, 2 કે પાંચ નહિ પૂરે પૂરો પોણા સાત રૂપિયાનો ભાવ વધારો અમલી કરવા નક્કી કરી કાર, રીક્ષા અને અન્ય વાહન ધારકોને જોરદાર ફટકો માર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગત માર્ચ માસમાં ગેસના ભાવમાં જબરો વધારો કર્યા બાદ આજે મધ્યરાત્રિથી સીએનજી ગેસના ભાવમાં રૂપિયા 6.45નો ભાવ વધારો કરવા નક્કી કર્યું છે. હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિકીલો રૂપિયા 70.53નો ભાવ વસુલ કરવામાં આવી રહ્યો છે. આજે મધ્યરાત્રી બાદ 6.45 રૂપિયાના ભાવ વધારા સાથે હવે વાહન ચાલકોને એક કિલોગ્રામ ગેસના રૂપિયા 76.98 ચૂકવવા પડશે.

- text

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં ઓટો રીક્ષા, કાર, પીકઅપ વાન અને હવે તો મોટા આઇસર જેવા ટ્રકોમાં પણ સીએનજી ગેસનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે પ્રતિ કીલોગ્રામ ગેસના ભાવમાં રૂપિયા 6.45 નો તોતિંગ ભાવ વધારો ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવતા વાહનચાલકો ઉપર દૈનિક કરોડો રૂપિયાનો વધારાનો બોઝ પડશે.

- text