ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને દબોચી લેતી માળીયા(મી) પોલીસ 

- text


ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને દબોચી લેતી માળીયા(મી) પોલીસ

માળીયા(મી): માળીયા મીયાણા નેશનલ હાઈવે રોડ પર હોનેસ્ટ ચેક પાસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પોલીસે એક આરોપીને દબોચી લીધો છે.

- text

પ્રાપ્ત વિગત મુજબ માળીયા(મી) પોલીસે બાતમીને આધારે શંકાસ્પદ સફેદ કલરની ઈનોવા કાર કચ્છથી માળીયા તરફ આવતી હોવાનું માલૂમ થતાં તપાસને આધારે આરોપી મયુરસિંહ ભરતસિંહ રાઠોડ (રહે. સુખપર તા.હળવદ) વાળાને દબોચી લીધો હતો. જેની પાસેથી ભારતીય બનાવટની 120 બોટલો કિંમત રૂ.60000, બિયર ટીન નંગ 672 કિંમત રૂ.67200, મોબાઇલ ફોન નંગ 1 કિંમત રૂ. 20,000, તથા ઈનોવા કાર કિંમત રૂ.300000 સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text