મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનનો 7મી એપ્રિલથી પ્રારંભ

- text


મોરબીઃ દેશમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારને ડામવાના પ્રયાસ હેતુસર મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી તારીખ 7 એપ્રિલને ગુરુવારના રોજ મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનનો પ્રારંભ થશે.

દેશના દરેક નાગરિકના લાભાર્થે તથા સારા ભવિષ્ય માટે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી તારીખ 7 એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવરમાં મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનની ઓફિસનો પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં પધારવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજર, મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ એવા કરમશીબાપાએ આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ આ એસોસિએશનના સભ્ય બનવા પણ વિનંતી કરી છે.

- text

મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશન આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા માટે અને જનતાને જાગૃત કરવા માટેનો રજૂઆત કરતો પત્ર પણ લખશે.

- text