મોરબી જિલ્લામાં ધો.10 બોર્ડ બેઝિક ગણિતના પેપરમાં 240 પરીક્ષાર્થીઓ ગેરહાજર

- text


બીજા પેપરમાં કુલ 10,975 એટલે કે 98% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી. જેમાં આજે મોરબી જિલ્લામાં ધો.10 બોર્ડની બેઝિક ગણિત વિષયની પરીક્ષા લેવાઈ છે. જેમાં મોરબી જિલ્લામાં ધો.10 બોર્ડમાં બેઝિક ગણિતના પેપરમાં 240 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 10,975 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

- text

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ મોરબી જિલ્લામાં 43 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ-10નું બીજું પેપર બેઝિક ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી છે.જેમાં કુલ 11215 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા.જેમાંથી 10975 પરીક્ષાર્થીઓએ હાજર રહી બેઝિક ગણિત વિષયની પરીક્ષા આપી હતી અને 240 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 97.86% પરીક્ષાર્થીઓએ હાજરી આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text