અંતે મોરબી સિરામીક વોલ ટાઇલ્સ એસોશિએશન પ્રમુખ બિન હરીફ

- text


પ્રદીપભાઈ કાવઠીયાએ ખેલદિલી પૂર્વક બિન હરીફ પરંપરા જાળવવા ઉમેદવારી પરત ખેંચી

મોરબી : મોરબીના પ્રતિષ્ઠીત એવા આંતરરાષ્ટ્રિય કક્ષાના મોરબી સિરામીક એસોસિએશનમાં વોલ ટાઇલ્સ ડિવિઝનનું પ્રમુખ પદ અંતે સમરસ અને બિન હરીફ થયું છે. છેલ્લી ઘડી સુધી ચૂંટણી યોજવાના સંકેતો વચ્ચે પ્રમુખ પદના દાવેદાર પ્રદીપભાઈ કાવઠિયાએ હરેશભાઇ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા બિનહરીફ પ્રમુખ થવાની પરંપરા જળવાઈ રહી છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક એસોસિએશનમાં વોલ ટાઇલ્સ એસોશિએશનના પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયાએ કાર્યકાળ પૂર્ણ કરી સ્વૈચ્છિક રાજીનામુ આપતા ખાલી પડેલ પ્રમુખ પદ માટે હરેશભાઇ બોપલીયા, ચતુરભાઈ પાડલિયા અને પ્રદીપભાઈ કાવઠિયાએ દાવેદારી નોંધાવી હતી.

જો કે, વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પ્રમુખ માટે ત્રણ – ત્રણ ઉમેદવારો મેદાને આવ્યા બાદ ચતુરભાઈ પાડલિયાએ પ્રદીપભાઈ કાવઠિયાના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચ્યા બાદ આજે પ્રદીપભાઈ કાવઠિયાએ પણ સ્વૈચ્છીક રીતે જ હરેશભાઇ બોપલીયાના સમર્થનમાં પોતાની દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઇલ્સ વિભાગમાં હરેશભાઇ બોપલીયા બિનહરીફ પ્રમુખ બિનહરીફ જાહેર થયા છે.

- text

બીજી તરફ મોરબી સિરામીક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, હરેશભાઇ બોપલીયા સતત આઠ વર્ષથી વોલ ટાઇલ્સ ડિવિઝનમાં ઉપ પ્રમુખ તરીકે જવાબદારી અદા કરી રહ્યા હતા ત્યારે આજે પ્રદીપભાઈએ ખેલદિલી પૂર્વક હરેશભાઈને સમર્થન જાહેર કરી બિન હરિફની પરંપરા જાળવી રાખી છે તે અભિનંદનને પાત્ર ગણાવી હરેશભાઇ અને પ્રદીપભાઈને શુભકામનાઓ પાઠવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text