મોરબીમાં દિવ્યાંગને ખીજવી હુમલો કરનાર વિરુદ્ધ એટ્રોસિટી

- text


ચિત્રકૂટ સોસાયટીમાં બનેલ બનાવમાં દિવ્યાંગની કાખ ઘોડીથી હુમલો પણ કરાયો

મોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં માથા ફરેલા શખ્સે દિવ્યાંગને ચીડવી તેની જ કાખ ઘોડીથી હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નવા બસ સ્ટેશન પાછળ
કન્યા છાત્રાલય ની બાજુમા પંચવટી સોસાયટીમાં રહેતા અને ધોબીકામ કરતા જગદિશભાઇ નારણભાઇ જીતીયાને ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા આરોપી રાહુલ ફુલતરીયાએ શારીરિક ખોડ ખાપણ અંગે જાહેરમાં ચીડવતા આવા કટુ શબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ રાહુલ દિવ્યાંગ જગદીશભાઈની કાખ ઘોડી છીનવી લઈ માર માર્યો હતો.

- text

આ ઉપરાંત જગદીશભાઈ અનુસૂચિત જાતિ સમાજના હોવાનું જાણવા છતાં આરોપી રાહુલ જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે જગદીશભાઈની ફરિયાદને આધારે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાહુલ વિરુદ્ધ આઈપીસી ૩૨૩,૫૦૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(આર),(એસ),૩(૨)(૫-એ), તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text