મોટી બરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં રામહાટનો આરંભ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાની મોટી બરાર પ્રાથમિક શાળામાં “રામહાટ”ની શરૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ માટે માળીયા તાલુકાના મોટી બરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ના વિદ્યાર્થીઓના વરદ હસ્તે “રામહાટ” ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે આ “રામહાટ” દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે અને સાથે આ રામહાટમાં વિદ્યાર્થીઓને જે વસ્તુ ખરીદવાની હોય તે વસ્તુઓની કિંમત જોઈ જાતે જ તેટલા રૂપિયા ત્યાં બોક્સમાં મૂકી દેવાના હોવાથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોટી બરાર પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ, અક્ષયપાત્ર, જળપાત્ર, સાબુ બેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.

- text