મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો 

- text


કેમ્પમાં લાભ લીધેલ ૩૩૬ દર્દીઓ પૈકી ૧૫૨ દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી ૧૫૨ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરની પ્રેરક ઉપસ્થિતીમા આ નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીના ૬ કેમ્પમા કુલ ૨૧૩૫ લોકોએ લાભ લીધો હતો.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૩૬ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત, ૧૫૨ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે.

આ કેમ્પમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમા કુલ ૩૩૬ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ કુલ ૧૫૨ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text