MCX વીકલી રિપોર્ટ : ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,212નો કડાકો, સોનું રૂ.61 તૂટ્યું

- text


કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન રૂ.56,228 કરોડનું નોંધપાત્ર નોશનલ ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદામાં રૂ.1,743 કરોડનાં કામકાજ
ક્રૂડ તેલના વાયદામાં વૃદ્ધિ : કપાસ,કોટન,રબર,સીપીઓમાં સુધારાનો સંચાર : મેન્થા તેલ ઢીલું

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 22,04,047 સોદાઓમાં કુલ રૂ.1,73,940.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 228 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 405 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 638 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.623.22 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 19,643 સોદાઓમાં રૂ.1,743.59 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,685 સોદાઓમાં રૂ.603.29 કરોડનાં 8,604 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 8,884 સોદાઓમાં રૂ.865.46 કરોડનાં 9,540 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સના વાયદામાં 3,074 સોદાઓમાં રૂ.274.84 કરોડનાં 3,175 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,804 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,095 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 329 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,121ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,121 અને નીચામાં 13,893ના સ્તરને સ્પર્શી, 228 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 105 પોઈન્ટ ઘટી 13,995ના સ્તરે પહોંચ્યો હતો,જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,255ના સ્તરે ખૂલી, 405 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 28 પોઈન્ટ ઘટી 18,238ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 6,632ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 7,235 અને નીચામાં 6,597 બોલાઈ, સપ્તાહ દરમિયાન 638 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 380 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6,969ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 6,47,998 સોદાઓમાં રૂ.56,228.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,160.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.926.80 કરોડ અને બિનલોહ ધાતુઓમાં તાંબુ તથા નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9.98 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51,917.66 કરોડનાં 7,72,03,500 બેરલ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,213.28 કરોડનાં 5,85,95,000 એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.

હવે વાયદાની વાત કરીએ તો, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,10,057 સોદાઓમાં કુલ રૂ.46,882.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,099 અને નીચામાં રૂ.47,479 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.61 ઘટી રૂ.47,849ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.68 ઘટી રૂ.38,470 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,790ના ભાવે બંધ થયો હતો.

- text

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,222 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,222 અને નીચામાં રૂ.59,951 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,212 ઘટી રૂ.60,732 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,149 ઘટી રૂ.61,060 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,165 ઘટી રૂ.61,059 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,96,826 સોદાઓમાં કુલ રૂ.44,192.75 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,545ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,706 અને નીચામાં રૂ.6,453 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.86 વધી રૂ.6,641 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.48.20 વધી રૂ.369.30 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 9,222 સોદાઓમાં રૂ.1,087.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,986ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.2012 અને નીચામાં રૂ.1983 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.13 વધી રૂ.1,996 બંધ થયો હતો. આ સામે રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,640ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.16,639 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.240 વધી રૂ.16,807ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,175ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1175 અને નીચામાં રૂ.1175 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.25 વધી રૂ.1175 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.90 ઘટી રૂ.972.10 અને કોટન ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.360 વધી રૂ.37,390 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,20,019 સોદાઓમાં રૂ.21,384.93 કરોડનાં 44,736.622 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,90,038 સોદાઓમાં કુલ રૂ.25,497.91 કરોડનાં 4,148.031 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,89,050 સોદાઓમાં રૂ.18,610.12 કરોડનાં 2,83,08,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,07,776 સોદાઓમાં રૂ.25,582.63 કરોડનાં 70,23,02,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 8,581 સોદાઓમાં રૂ.1,052.70 કરોડનાં 281325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 538 સોદાઓમાં રૂ.21.04 કરોડનાં 215.64 ટન, રબરના વાયદાઓમાં 72 સોદાઓમાં રૂ.1.54 કરોડનાં 91 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.12.25 કરોડનાં 1,040 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,825.661 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 847.822 ટન, ક્રૂડ તેલમાં 13,12,300 બેરલ અને નેચરલ ગેસમાં 87,00,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 180525 ગાંસડી, મેન્થા તેલમાં 398.16 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 4,080 ટનના સ્તરે રહ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text