પાંચ દિવસ પૂર્વે ટંકારાના નેકનામ ગામે દવા પી લેનાર પરિણીતાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ખેત મજૂરી કરતી પરિણીતાએ અગમ્ય કારણોસર પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે પૃથ્વીસિંહની વાડીએ રહી મજૂરી કામ કરતા રૂખાબેન જીવણભાઇ વસુનીયાએ ગત તા.26 જાન્યુઆરીના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ પડધરી બાદ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયેલ હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text