મોરબીમાં જાહેર રોડ ઉપર લટકતું ભયજનક હોર્ડિંગ્સ

- text


પદાધિકારીઓને શુભેચ્છા આપતું હોર્ડિંગ્સ જોખમી રીતે લટકતું રહેતા અંતે હોર્ડીંગને દૂર કરાયું

મોરબી : મોરબીમાં ગેરકાયદે હોર્ડિંગ્સ મુદ્દે ભારે પરોજણ ચાલી રહી છે. ત્યારે શહેરના જાહેર રોડ ઉપર એક હોર્ડિંગ્સ રીતસર લટકી રહ્યું હોય ગમે ત્યારે પડે તેવી હાલત હોવાથી અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો હતો. પદાધિકારીઓને શુભેચ્છા આપતું હોર્ડિંગ્સ લટકતું હોવા છતાં દૂર ન કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. જોકે અંતે આ ભયજનક હોર્ડિંગને દૂર કરી સાઈડમાં મૂકી દેવામાં આવ્યું હતું.

મોરબી નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરકાયદેહોર્ડિંગ્સ દૂર કરી દેવાયા હતા . પરંતુ ખુદ સરકારના પદાધિકારીઓને શુભેચ્છાઓ આપતા હોર્ડિંગ્સને તંત્રએ હાથ લગાડ્યો ન હતો. આથી આવા લાંબા સમયથી લટકી રહેલા હોર્ડિંગ્સ હવે જોખમી બની ગયા છે. જેમાં મોરબીના રવાપર રોડ પર વસંત પ્લોટના પદાધિકારીઓને શુભેચ્છા આપતું એક હોર્ડિંગ્સ હવામાં લટકી રહ્યું છે. આથી આ હોર્ડિંગ્સની ભયજનક હાલત થઈ ગઈ છે. ગમે ત્યારે પડું-પડું હોય વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો હતો.અંતે થોડા સમય બાદ આ ભયજનક હોર્ડીંગને દૂર કરીને રોડની સાઈડમાં મૂકી દેવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં આ રીતે લગાવેલા હોર્ડિંગ તાકીદે દૂર કરવા યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text