નવલખી રોડ ઉપર બાઈક ચાલકે ધનીબેનનો પગ ભાંગી નાખ્યો : પોતે પણ પટકાયો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર બાઈક ચાલકે પગપાળા રસ્તો ઓળંગી રહેલા ધનીબેનને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા પગમાં ફ્રેક્ચર થયું હતું ઉપરાંત બાઈક ચાલક પણ ખાબકતા તેને પણ ઇજાઓ થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પગપાળા જઈ રહેલા ધનીબેન ગોવિંદભાઇ વાઘેલાને જી.જે.૩૬.કે.૫૯૧૯ નંબરના બાઈક ચાલક દિનેશભાઇ વેરશીભાઇ કોળીએ હડફેટે લેતા ધનીબેનને જમણા પગમાં ફ્રેક્ચર તેમજ માથામાં ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માત અંગે ધનીબેનના પતિ ગોવિંદભાઇ અરજણભાઇ વાઘેલાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text