જાબુંડીયા બ્રિજ નજીક ટ્રેઇલર પાછળ ટ્રેઇલર અથડાતા ક્લીનરનું મોત : ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અકસ્માત

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાબુંડીયા બ્રિજ નજીક ટ્રેઇલર પાછળ ટ્રેઇલર અથડાતા આ અકસ્માતમાં રાજસ્થાનના ટ્રેઇલર ક્લીનરનું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રેઇલર ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગઈકાલે જાબુંડીયા બ્રિજ નજીક ટ્રેઇલર પાછળ ટ્રેઇલર અથડાતા રાજસ્થાનના જલસીના ગામના ટ્રેઇલરના ક્લીનર કનૈયાભાઈ શ્રવણભાઇ બલાઇનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ટ્રેઇલર રજી નં. RJ-52-GA-5916 ના ચાલક મુકેશભાઇ રામલાલ મેઘવન્સી રાજસ્થાન વાળાને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- text

અકસ્માતની આ ઘટના અંગે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી અને હાલમાં મોરબી રહેતા મૂળ રાજસ્થાનના વતની શીવલાલ સુરેશકુમાર ધાકડે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text