વાંકાનેરમાં મોટર સાયકલ ચોર વિરુદ્ધ નામજોગ ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના કંપાઉન્ડમાંથી મોટર સાયકલની ચોરી થતા મોટર સાયકલ માલિક દ્વારા ગુંદાખડા ગામના શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના કંપાઉન્ડમાંથી ગારીયા ગામના સંજયભાઈ રવજીભાઈ વનાણીનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા તેઓએ ગુંદાખડા ગામનો કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા મોટર સાયકલ ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text