વાંકાનેર પાલિકાની પાણીની લાઈનમાં લીંબળાના સરપંચ બાકોરું પાડી કનેક્શન લેતા ફોજદારી

- text


મચ્છુ ડેમથી આવતી મુખ્ય લાઈનમાં ભંગાણ કરી લીંબળા સંપમાં કનેક્શન લઈ લીધાનો ઘટસ્ફોટ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જી લીંબળા ગામના સરપંચ દ્વારા કનેક્શન મેળવી પાણી ખેંચવાની મોટર મૂકી દેતા સરપંચના નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે.

વાંકાનેર નગરપાલિકાના વોટરવર્કસ વિભાગના અશોકભાઈ રાવલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં લીંબળા ગામના સરપંચ ઉસ્માનભાઇ ફતેભાઇ કડીવાર વિરુદ્ધ પાણીચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વાંકાનેર લીંબાળા ધાર પાસે આવેલ પાણી પુરવઠાના સમ્પ પાસે લીબાળા ગામ તરફના રોડ સાઇડે વણાંકમા સરપંચ દ્વારા મચ્છુ ડેમ તરફથી આવતી મુખ્ય લાઈનમાં ભંગાણ કરી પાઇપ લાઇન ફીટ કરી ત્રણ હોર્સ પાવરનો ડેડકો (મોટર) ફીટ કરી છેલ્લા ઘણા સમયથી પાણીનો બગાડ/ઉપયોગ કરતા હોય ભંગાણ બંધ કરી મોટર અને અન્ય સાધનો જપ્ત કરાયા છે.

વધુમાં સરપંચ દ્વારા વાંકાનેર શહેરની લાઈનમાં ભંગાણ કરાતા વાંકાનેરમાં પીવાના પાણીનો ફોર્સ ઘટતા ચેકીંગ દરમિયાન આ બાબત સામે આવતા હાલમાં પાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે સરપંચ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text