મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂઓનો આંતક

- text


બસમાં ચડતી વખતે ભીડનો ગરેલાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા થયાના અનેક બનાવો, પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી તસ્કરો, પાકીટમારોનો ત્રાસ છે. ખાસ કરીને બસમાં ચડતી વખતે ભીડનો ગેરલાભ ઉઠાવી પાકીટમારોએ અનેક મુસાફરીના ખિસ્સાકાતરુંઓ કસબ અજમાવીને ખિસ્સા હળવા કરી નાખતા હોવાનો ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે વધુ એક મુસાફરનું ખિસ્સું કપાયું હોવાનું સામે આવતા પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ ખિસ્સાકાતરુંઓ માટે સ્વર્ગ સમાન બની ગયું હોય તેમ અવારનવાર મુસાફરોના ખિસ્સા કપાયા હોવાની ઘટના બને છે. આમ પણ જુના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી અસામાજિક તત્વો પડ્યા પાથર્યા રહે છે.જો કે, જૂનું બસ સ્ટેન્ડ નવું બન્યું પણ હજુ અસામાજીક તત્વોની સફાઈ થઈ નથી. એટલે જુના બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોની મનમાની યથાવત રહી છે. જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોની વધુ ભીડ હોય છે તેમાંય બસમાં ચડતી વખતે મુસાફરોમાં જલ્દી સીટ મેળવવા ભારે ધક્કામૂકી થાય છે.

- text

બસમાં ચડતી વખતે બેકાબુ ભીડનો ખિસ્સાકાતરુંઓ ગજબનો ગરેલાભ ઉઠાવે છે અને બસમાં ચડતા મુસાફરોનું ક્યારેક ખિસ્સું કપાય જાય છે તો ક્યારેક ખિસ્સાકાતરુંઓ મુસાફરોના ખિસ્સામાં એવી રીતે હાથ સાફ કરે કે બસમાં બેઠા પછી પણ ખબર પડતી નથી.જ્યારે કંડકટર ટીકીટ કાપવા આવે ત્યારે મુસાફરોને ખિસ્સું હળવું થયાનું જ્ઞાન થાય છે.ઘણી વખત તો મુસાફરોને ટીકીટના પૈસાના વાંકે અધવચ્ચે જ બસમાંથી ઉતરી જવું પડે છે. ખિસ્સું કપાતા મુસાફરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આવી એક વધુ ઘટના હમણાં જ પ્રકાશમાં આવી છે. જેમાં મોરબી જુના બસ સ્ટેન્ડમાંથી ગત.તા.27ને સોમવારના રોજ સવારના 9:15 વાગ્યાની આસપાસ સાણંદીયા કાર્તિકભાઈ જે મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસમાં ચડી રહ્યા હતા એ દરમ્યાન કોઈ વ્યક્તિએ તેમનું રોકડ રકમ 14600, ડ્રાઈવિંગ લાઇસન્સ સાથેનું પાકીટ સરેવી લીધું હતું. આવી ઘટનાઓ વધતી હોવાથી પોલીસ કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text