પેપરલીક કાંડ મુદ્દે મોરબીમાં ‘આપ’ દ્વારા પ્રતીક ઉપવાસ

- text


આમ આદમી પાર્ટીના લોકોએ ઘરણા કરતાની સાથે જ આઠ-નવ કાર્યકર્તાની પોલીસે કરી અટકાયત

મોરબી : હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપરલીક કાંડ મુદ્દે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું હતું.જો કે આમ આદમી પાર્ટીના લોકોએ ઘરણા કરતાની સાથે પોલીસે આઠ-નવ જેટલા કાર્યકર્તાની અટકાયત કરી હતી.

ગુજરાત ગૌણ સેવામાં તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટતા સમગ્ર ગુજરાત જબરો ઉહાપોહ મચી ગયો છે. આ પેપરલીક કાંડ મુદ્દે ઉગ્ર દેખાવો થતા ભારે પસ્તાળ પડવાથી સરકાર ભીંસમાં મુકાઈ છે.ત્યારે આ મુદ્દે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વીરાને પદભષ્ટ કરી આ પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારોને જરૂરું 50 હજારનું વળતર ચુકવવાની માંગ કરી હતી.આ ધરણા કરતાની સાથે આપના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા સહિત 8 થી વધુની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text