પોલીસ પ્રજાની હમદર્દ : અશક્ત વૃદ્ધાને તેડીને મતદાન કરાવ્યું

- text


મોરબીના ખેવાળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીસની માનવતાનો હદયદ્રાવક કિસ્સો

મોરબી : મોરબીના ખેવાળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીસની માનવતાનો હદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચૂંટણી માટે મતદાન કરવા નીકળેલા 90 વર્ષના બુઝુર્ગ મહિલા પોતાની વૃદ્ધાવસ્થાને ચાલી ન શકતા આ બાબત ધ્યાને આવતા ત્યાં ચૂંટણી ફરજ રહેલા મોરબી તાલુકા મથકના પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા તેમની મદદે દોડી ગયા હતા અને આ પોલીસ કર્મચારીએ વૃદ્ધાને ઉંચકી લઈ તેડીને મતદાન મથકે પહોંચાડી મતદાન કરાવ્યું હતું.

મોરબી જિલ્લામાં ગત તા.19ને રવિવારના રોજ દરેક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવેલ હતી.પરંતુ મોરબી તાલુકાના ખેવાળીયા ગામે મતદાન દરમિયાન જે પોલીસે માનવતા નિભાવી તેનાથી દરેક લોકોમાં પોલીસ પ્રત્યે ઉજળી છબી અકિત થઈ ગઈ છે. વાત જાણે એમ બની હતી કે, ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન 90 વર્ષીય વૃદ્ધા જે લાકડીના ટેકે મતદાન કરવા જઈ રહ્યા હતા.એ દરમ્યાન બંદોબસ્તમાં રહેલ પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજાનું ધ્યાન પડતા માત્ર ચૂંટણીની ફરજ જ નહીં પરંતુ લોકસેવાની ફરજ પણ નિભાવી હતી.પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજા એકલા મતદાન કરવા આવી રહેલા વૃદ્ધા પાસે દોડી જઈ વૃદ્ધાને તેડી અને મતદાન મથક સુધી પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજાના આ માનવીય કાર્યથી ગ્રામજનોને પોલિસ પ્રજાની રક્ષક અને મિત્ર બન્ને છે. તેવી પ્રતીતિ થતા પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈ વિડજાના કાર્યને બિરદાવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text