મોરબીના નારણકા ગામે દેરાણી-જેઠાણીને હરાવી ભત્રીજા વહુ વિજેતા

- text


ચૂંટણીથી કુટુંબમાં વેરઝેર ન થાય તે માટે પરિવારે તંદુરસ્ત જંગ ખેલ્યો

મોરબી : મોરબીના નારણકા ગામે સરપંચનો ચૂંટણી જંગ સૌથી વધુ રસાકસીભર્યો રહ્યો હતો. કારણ કે આ વખતે સરપંચ માટે કૌટુંબિક જંગ ખેલાયો હતો.જેમાં એક પરિવારના ત્રણ મહિલા સભ્યો સરપંચની ચૂંટણી લડતા હોવાથી આ ચૂંટણીના પરિણામ ઉપર સૌની નજર મંડાયેલી હતી.ત્યારે નારાણકા ગામે સરપંચની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં દેરાણી-જેઠાણી અમરતબેન અને ચંપાબેનને હરાવી ભત્રીજા વહુ ભાણીબેન ગોવિદભાઈ બોખાણીએ મેદાન માર્યું હતું.

સમગ્ર મોરબી જિલ્લામાં નારણકા ગામની ચૂંટણી ચર્ચાસ્પદ બની હતી અહીં દેરાણી-જેઠાણીને હરાવી ભત્રીજા વહુ વિજેતા બન્યા હતા. જેમાં અમરતબેનને 123 મત અને ચંપાબેનને માત્ર 22 મત જ્યારે ભાણીબેનને 298 મત મળતા તેઓ 175 મતની સરસાઈથી સરપંચ બન્યા છે. જો કે ચૂંટણીથી આ કુટુંબમાં વેરઝેર ન થાય તે માટે પ્રચારથી માંડીને પરિણામ સુધી તંદુરસ્ત જંગ ખેલ્યો હતો. આ એક જ પરિવારના સભ્યો હોય વેજેતા ઉમેદવારોને હરેલા ઉમેદવારોએ શુભેચ્છાઓ પાઠવી સાથે મળીને ગામને સીસીટીવી કેમેરા, આરોગ્ય,સ્વચ્છતા સહિતના વિકાસ કામો કરવાનો કોલ આપ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text