મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખને હરાવી માત્ર 27 વર્ષે યુવાન બન્યો સરપંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખને નવલોહીયા યુવાને હરાવી દેતા રાજકીય ખેરખાઓ પણ વિચારતા થયા છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય ખેરખાઓની ધોબી પછડાટ થઈ હતી.જેમાં મોરબીના ત્રાજપર ગામે સીટીંગ ધારાસભ્ય પરસોત્તમ સબરીયાની પત્નીની હાર થઈ હતી. એટલું જ નહીં નવલોહીયા યુવાન સામે રાજકીય ખેરખાંની પીછેહઠ થઈ હતી.જેમાં મોરબીના ખેવરિયા ગામે સરપંચ માટે રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી લડતા હતા તેમની સામે કોઈપણ રાજકીય કે સામાજિક રીતે કદ ન ધરાવતા અને સૌથી નાની વયના વિશાલ કનોરિયા નામના 27 વર્ષ યુવાને ઝંપલાવ્યું હતું.ખાસ કરીને ગામના યુવાનોને વિશાલ કનોરિયાએ દશાવેલા વિકાસ મોડેલમાં વધુ રસ પડતા મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ અગેવાનને પણ હરાવીને વિશાલ કનોરિયા માત્ર 27 વર્ષની વયે ગામના સરપંચ બન્યા છે. તેઓએ આધુનિક રીતે ગામનો વિકાસ કરવાનો કોલ આપ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text