ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

- text


મોરબી શહેરની વિવિધ ૯ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

મોરબી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ – ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષા તા.૨૬ ડિસેમ્બર-૨૦૨૧ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૨૬/૧૨/૨૦૨૧ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૦:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

- text

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ – ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, રાજનગર પંચાસર રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્‍ના સ્‍કૂલ, રવાપર ઘુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્‍ટ મેરી સ્‍કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text