ચૂંટણી જંગ : મોરબી અને માળીયા મામલતદાર કચેરીનો સ્ટાફ સતત ખડેપગે

- text


માળીયાની મોટી બરાર ખાતે અને મોરબીના ઘુંટુ ગામે પોલીટેક્નિક કોલેજ ખાતે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતો મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ

મોરબી : મોરબી અને માળીયા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીની સમગ્ર સચોટ વિગતો લોકો સુધી પહોંચી રહી છે અને મહત્વપૂર્ણ કામગીરી મોરબી અને માળીયા મામલતદાર કચેરીના સ્ટાફ સતત ખડેપગે રહીને સુપેરે નિભાવી રહ્યો છે.

મોરબી અને માળીયાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોરબી અને માળીયા મામલતદાર કચેરીનો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ મહેનતની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યો છે.જેમાં મોરબી તાલુકાના રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર ઘુંટુ ગામે આવેલ સરકારી પોલીટેક્નિક કોલેજ ખાતે ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજા સહિતનો સ્ટાફ ચૂંટણી લક્ષી તમામ કામગીરી કરી રહ્યો છે.જ્યારે માળીયાના મોટી બરાર ખાતે મામલતદાર ડી.સી.પરમાર સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે અને દર બે કલાકે મતદાનની ટકાવારીની સચોટ વિગત આપી રહ્યો છે. આ બન્ને કચેરીનો સ્ટાફ ચૂંટણી જાહેર થયા પછી તરતજ કાર્યરત થઈ ગયો હતો.તેમાંય આજે ચૂંટણીના દિવસે સતત ખડેપગે રહીને તટસ્થ વિગતો આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text