જુના ઘાટીલા ગામે 3600ના વોટિંગ સામે 3 જ બુથ હોવાથી બબ્બે કલાકે મતદાનમાં વારો આવતો હોવાની ફરિયાદ

- text


મોરબી : માળીયાના જુના ઘાટીલા ગામે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. પણ 3600ની આસપાસ વોટિંગ સામે 3 જ બુથ હોવાથી બબ્બે કલાકે મતદાનમાં વારો આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. આથી આ પરિસ્થિતિ નિવારવા ગામમાં મતદાન બુથ વધારવાની માંગ ઉઠી છે.

માળીયાના જુના ઘાટીલા ગામના લોકોના જણાવ્યા મુજબ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામલોકોને બુથ ઓછા હોવાથી થોડી મુશ્કેલી પડી રહી છે.જેમાં ગામમાં 3600ની આસપાસ વોટિંગ છે. એની સામે 3 જ મતદાન બુથ છે. વધુ વસ્તી હોવા સામે બુથ ઓછા હોવાથી મતદાન બુથ ઉપર ભીડ જામી છે અને બે કે ત્રણ કલાકે મતદાનમાં વારો આવે છે. આથી ગામલોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય બુથ વધારવાની માંગ ઉઠી છે.

 

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text