મોરબીની ખાખરાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર

- text


 

ગામના સરપંચ તરીકે એક માત્ર નાગદાનભાઈ જીવાભાઈ સવસેટાએ ભર્યું ફોર્મ

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચાલી રહેલી ચૂંટણીઓ દરમિયાન વધુ એક ગ્રામ પંચાયતને સમરસ બની છે. આ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે એક માત્ર નાગદાનભાઈ જીવાભાઈ સવસેટાએ ફોર્મ ભર્યું છે.

- text

મોરબીની ખાખરાળા ગ્રામ પંચાયતની ચૂંટણીને ગામના યુવા આગેવાનો તેમજ વડીલો અને સમસ્ત ગ્રામજનોના સહકારથી સમરસ બની છે. અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી ગામના સરપંચ તરીકે નાગદાનભાઈ જીવાભાઈ સવસેટાએ ફોર્મ ભર્યું છે. તેમજ ખાખરાળા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ બિનહરીફ ફોર્મ ભર્યું છે. આમ આ ગ્રામ પંચાયત સમરસ બની છે.

- text