ઘનશ્યામપુર ગામના સુપર મોલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

- text


મોડી રાત્રિના બનેલા બનાવથી મોટું નુકસાન: ગ્રામજનોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો

હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પર આવેલ એક ખાનગી મોલમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠતા મોલમાં રહેલ ૫૦ ટકાથી પણ વધુ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે ગ્રામજનો અને મોલ માલિક સમયસર આવી જતા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પરના ઘનશ્યામભાઈ ચતુરભાઈ સોનગરાના એસ.બી સુપર મોલમાં ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જે ગામલોકોના ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક મોલ માલિકને બોલાવી આગ પર સતત પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો મોલમાં રહેલ ૫૦ ટકાથી પણ વધુ માલ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text