મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 163 સ્થળે વેકસીનેશન : 24 હજારથી વધુ ડોઝ ઉપલબ્ધ હશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે 163 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે તંત્ર દ્વારા 24 હજારથી વધુ ડોઝનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશનની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે પણ 163 સ્થળો ઉપર કોરોના વેકસીનના કેમ્પો યોજાનાર છે. આ કેમ્પો ઉપર કોવિશિલ્ડના 20,950 અને કોવેકસીનના 3700 મળી કુલ 24650 ડોઝ ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. આ કેમ્પનો લાભ લેવા જિલ્લાના નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

- text