મોરબીના ઓરેવા ગ્રુપને સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત

- text


મોરબી : ગત તારીખ 30 નવેમ્બર 2021ના રોજ હોટલ હયાત અમદાવાદ ખાતે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપને Pursuit of successનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં અજંતા-ઓરેવા ગ્રુપના ડાયરેક્ટર ચિંતનભાઈ પટેલ અને દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતા.

ચિંતનભાઈ પટેલે તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની સફળતાનો શ્રેય તેમના તમામ એમ્પલોઈ અને તેમના ચેનલ પાર્ટનરોને આપ્યો હતો. અજંતા-ઓરેવા ગ્રુપ વુમન એમ્પાવરમેન્ટની મિશાલ છે એ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે અનસ્કીલ મહિલાઓ યોગ્ય રીતે ટ્રેન થયા બાદ સ્કીલ કર્મચારીઓ જેવું રિઝલ્ટ આપે છે. માત્ર દશ પાશ મહિલાઓ યોગ્ય ટ્રેનિંગ બાદ ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ જેવુ આઉટપુટ આપે છે, ઓરેવા ગ્રુપ તેનું બેજોડ ઉદાહરણ છે.

- text

વોલ કલોકથી બિઝનેસ શરૂ કરનાર વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ આજે ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રીકલ્સ, લાઇટિંગ, કિચન એપલાયન્સીસ અને ઈ-બાઈક જેવા અનેક પ્રોડક્ટમાં સફળતાના શિખરો સર કરી રહી છે. જયસુખભાઇની દીર્ઘદ્રષ્ટિ આજે મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડોને હરીફાઇમાં ટક્કર આપી રહી છે. જે મોરબી માટે ગર્વની વાત છે.

- text