હેરોઇન બાદ અફીણ ! મોરબીમાં અફીણ સાથે બે ઝડપાયા

- text


એસઓજી ટીમે લીલાપર રોડ ઉપરથી નશાનો કારોબાર ઝડપી લીધો : એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના ઝીંઝુડા ગામે હેરોઇન ડ્રગ્સનો કાળો કારોબાર ખુલ્લો પડયા બાદ મોરબી એસઓજી ટીમે શહેરના લીલાપર રોડ ઉપરથી અફીણનો ગોરખધંધો ઝડપી લઈ એક સરદારજી સહિત બે શખ્સોને ગિરફતમાં લીધા છે અને અફીણ વેચાણ માટે આપનાર સુરેન્દ્રનગર જિલ્લાના બાવડી ગામના શખ્સને ફરાર જાહેર કર્યો છે.

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી સચોટ બાતમીને આધારે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી સાત હુનુમાન સોસાયટીમાં પોલીસે દરોડો પાડતા બ્લોક નંબર 84માં રહેતા મૂળ પંચાસર ગામના લાખુભા મહોબતસિંહ ઝાલા, ઉ.વ.૬૦ના કબ્જામાંથી અફીણનો 310 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 31000 મળી આવ્યો હતો. આ ઉપરાંત અફીણ ખરીદવા આવેલ મૂળ ઉત્તરપ્રદેશના વતની ભૈરોબક્સ રાજકુમાર ગરવાલ, ઉ.વ.૬૭ રહે.૬૧-ક, ચકડીહા ગામ પોસ્ટ ભારતગંજ થાનામાં માણ્ડા તા.મેજા, મંદાખાશ, ઇલાહબાદ, હાલ રહે.મોરબી કાલીકા પ્લોટ ગુરુદ્વાર રાસીંગ સરદારજીના મકાન વાળો વ્યક્તિ પણ ઝડપાઇ ગયો હતો.

વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી લાખુભા મહોબતસિંહ ઝાલાએ અફીણનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના બાવળી ગામે રહેતા રમુભા ગઢવી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ ૮(સી),૧૮(સી),૨૯ મુજબ ગુન્હો નોંધાવી અફીણનો જથ્થો 310 ગ્રામ કિ.રૂ. 31000, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.5500 તથા રોકડ રૂપિયા 10160 મળી કુલ રૂ.46660નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલ, એએસઆઇ રણજીતભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, માહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, પો.કોન્સ. સતિષભાઇ ગરચર, પ્રિયંકાબેન પૈજા તથા ડ્રા.પો.કો. સંદિપભાઇ માવલા તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરાએ કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text