હળવદ નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી

- text


કોયબા રોડ ઉપરની ઘટનામાં પોલીસ ઘટના સ્થળે, પરિવાર જનોની શોધખોળ શરૂ

હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે જવાના રસ્તા પર પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ અજાણી મહિલાની લાશ તરતી હોવાનું ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ધ્યાને આવતા તેઓ દ્વારા આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી છે જેથી હાલ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મહિલાના વાલીવારસ અંગે શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયાથી કોયબા જવાના રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે એક અજાણી મહિલાની લાશ તરતી હોવાનું ત્યાંથી પસાર થતા રાહદારીઓ ધ્યાને આવતા આ અંગેની જાણ આજુબાજુના ખેડૂતોને કરી હતી. બીજી તરફ બનાવની જાણ પોલીસને પણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને મહિલાની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ આ મહિલા કોણ છે..? કયા ગામની છે.?તેને આત્મહત્યા કરી છે કે અન્ય કાઈ તેમ સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text