હરિપર ગામમાં ડેન્ગયુ તથા મેલેરિયા સામે રક્ષણ માટે ફોગીંગ કરાયું

- text


ટંકારા: . લોકો કોરોનાની મુસીબતનો સામનો કરી રહ્યા છે ત્યાં ડેન્ગયુ તથા મેલેરિયાના કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ ઘટ્યા ત્યાં ડેન્ગયુ તથા મેલેરિયાના કેસમાં દિન-પ્રતિદિન વધારો નોંધતો જાય છે. મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો વધવા લાગ્યો છે

- text

ડેન્ગયુ તથા મેલેરિયાના કેસ વધતા હોવાથી આજથી ટંકારા તાલુકાના હરીપર ગામમાં રોગચાળાનું પ્રમાણ ઘટાડવા લોકોને ડેન્ગ્યુના મચ્છરથી બચાવવા તથા જીવાતને મારવા આખા ગામમાં ઘરે-ઘરે જઈને ફોગીંગ કરવામાં આવ્યું હતું. જેથી, રોગચાળો ફેલાવનાર મચ્છર તથા જીવાતનો નાશ થાય. આ કાર્યમાં લોકોએ પણ સાથ-સહકાર આપ્યો હતો. હરીપર યુવા ગ્રુપને ગામ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text