માળીયા હાઇવે ઉપર આગલું વ્હીલ નીકળી જતા કન્ટેનર ટ્રક પલ્ટી મારી ગયો

- text


સદનસીબે રસ્તા પર કોઈ અવરજવર ન હોવાથી જાનહાની ટળી

માળીયા : માળીયા (મી) તાલુકાના સરવડ ગામ પાસે આજે અચાનક એક કન્ટેનર ટ્રકનું આગળનું વ્હીલ નીકળી જતા આ કન્ટેનર રોડ ઉપર પલ્ટી ગયું હતું. સદનસીબે આ અકસ્માત વખતે કોઈ અવરજવર ન હોવાથી જાનહાની ટળી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા તરફથી આવી રહેલા એક કન્ટેનર ટ્રકનું આગળનું વ્હીલ સરવડ ગામના પાટિયા પાસે નીકળી ગયું હતું. આ કન્ટેનર ટ્રકનું આગળનું વ્હીલ નીકળી જતા કન્ટેનર ટ્રક ઓચિંતા જ પલ્ટી મારી ગયો હતો. પરંતુ આ અકસ્માત દરમિયાન ઘટનાસ્થળે કોઈ અવરજવર ન હોવાથી જાનહાની થઈ ન હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text