અંતે બિસ્માર વાવડી-બગથળા-આમરણ રોડનું કામ શરૂ

- text


ટૂંક સમયમાં મિતાણા – પડધરીને જોડતા માર્ગનું પેવરકામ શરૂ થશે

મોરબી : મોરબી જિલ્લામાં જાહેર માર્ગોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે ત્યારે હવે સતાવાર રીતે ચોમાસુ વિદાય લેવાની સાથે તહેવારોનું મીની વેકેશન પણ પૂર્ણ થઈ જતા માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા વાવડી-બગથળા અને આમરણને જોડતા અત્યંત બિસ્માર માર્ગનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય માર્ગો જવાબ દઈ ચુક્યા છે તેવામાં વાવડી- બગથળા અને આમરણને જોડતા માર્ગની હાલત તો એટલી હદે ખરાબ થી છે કે અહીંથી લોકોને પસાર થવામાં જીવનું જોખમ અનુભવાય છે. આ સંજોગોમાં આજથી વાવડી-આમરણ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું.

વધુમાં વાવડી આમરણને જોડતા માર્ગ માટે અંદાજે સાતેક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ઉપરાંત મિતાણા – પડધરીને જોડતા માર્ગમાં નેકનામથી ઉકરડા-દહીસરડા ગામ વચ્ચે રસ્તો અત્યંત બિસમાર બન્યો હોય આ રોડને પ્રાયોરિટીમાં લઈ રૂપિયા બે કરોડ ચાલીસ લાખના ખર્ચે ડામરથી મઢવામાં આવનાર હોવાનું તેમને ઉમેર્યું હતું.

જો કે, આવતીકાલે મુખ્યમંત્રી મોરબીની મુલાકાતે આવી રહ્યા હોય બગથળા ગામના લોકોએ બિસ્માર માર્ગ નવો ન બને તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારતા આજથી તાત્કાલિક કામ શરૂ થયું હોવાનું તેમજ મુખ્યમંત્રી બગથળા મંદિરે દર્શનાર્થે જવાના હોવાની અફવાઓ પણ આજે ઉડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકીકતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માત્ર મોરબી ખાતે જ હાજરી આપનાર હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text