પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરતા ગ્રામજનો

- text


હળવદ તાલુકાના મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર આવતા ન હોય ગ્રામજનોમાં રોષ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફીસર નિયમિત પણે આવતા ન હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા બંધી કરી હતી.

છેલ્લા ઘણા સમયથી મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપરના મેડિકલ ઓફિસર નિયમિત આવતા ન હોવાથી ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ જ હેરાન થવું પડતું હોવાથી આજે ગ્રામજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી નવા મેડિકલ ઓફીસર ન મુકવામાં આવે ત્યા સુધી આરોગ્ય કેન્દ્રને તાળા બંધ જ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

બીજી તરફ તાલુકા હેલ્થ ઓફિસરે આ મામલે જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસ કિરણબેન હાલ કપાત પગારે રજા ઉપર છે આ સંજોગોમાં ગ્રામજનોની માંગણી મુજબ નવા હેલ્થ ઓફિસર મુકવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text