મોરબીમાં નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ‘બાય-બાય નવરાત્રી’ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં આવેલ નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ‘બાય બાય નવરાત્રી’ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કિડ્સ તેમજ નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ મન મૂકીને ગરબે રમ્યા હતા.

નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા BYE BYE NAVARATRI – 2021 નું ધમાકેદાર આયોજન પ્રભુરત્ન પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, નીલેશભાઈ અઘારા, મેહુલભાઈ કૈલા, ધવલભાઈ છનિયારા, પરેશભાઈ ચનિયારા, ડૉ.વરુણ ભિલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ. જયેશભાઇ સનારિયા (સ્પર્શ ક્લિનિક), ડો. વિનોદભાઈ કૈલા (ક્રિષ્ના હોસ્પિટલ) અને અમીબેન એરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એન્કર પ્રિશા રાજપૂતે પોતાની આગવી શૈલીમાં બાળકો અને પેરેન્ટ્સને વિવિધ ગેઇમ્સ રમાડીને ખૂબ જલસો કરાવ્યો, બાળકો તેમજ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહા ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં બાળકોની સાથે પેરેન્ટ્સને પણ ઇનામોથી નવાજ્યા હતા તેમજ નવયુગ માટે દરેક બાળક સ્પેશ્યલ છે. તેથી, ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં બાળકો અને પેરેન્ટ્સ વિજેતા જાહેર થયા હતા.

જેમાં પ્રિન્સેસ જાન્યા કાનાણી, પ્રિન્સેસ (રનર અપ) આરવી સંતોકી, પ્રિન્સ મંત્ર અઘારા, પ્રિન્સ (રનર અપ) મીહિત પટેલ, વેલડ્રેસમાં પ્લેગૃપમાં મીરા ભાલોડીયા, પર્વ પંડિત, નર્સરીમાં ઝૈનબ ભારમલ, પ્રાહન મીરાણી, જુનિયર કેજીમાં યાના મકાસના, સનારું શ્રીવી, સિનિયર કેજીમાં નવ્યા ગોહેલ, આર્યા પટેલ, વેલ પ્લેમાં પ્લે ગ્રુપમાં ક્રીશી છત્રોલા, નર્સરીમાં રિતિકા પોપટ, અર્થવ પટેલ, જુનિયર કેજીમાં જયંતિ દવે અને નૈતરિક વડગામા, સિનિયર કેજીમાં ધ્રીતી દેસાઈ, પ્રિયાંશ કડેચા, વેલ ડ્રેસ પેરેન્ટ્સમાં મોમ કેટેગરીમાં અલ્પાબેન શ્રીવી, ભૂમિબેન ભાલોડીયા, વેલ પ્લે પેરેંટ્સમાં મેઘનાબેન પંડિત, દિપીકાબેન કાચરોલા, ઉર્વશીબેન કાસુન્દ્રા, ડેડ કેટેગરીમાં આશિષ કાસુન્દ્રા, બેસ્ટ કપલમાં ચિરાગભાઈ પરમાર, સ્વાતિબેન પરમાર વિજેતા જાહેર થયા હતા.

- text

તમામ વિજેતાઓને પી. ડી. કાંજીયા અને સમગ્ર નવયુગ પરિવારે અભિનંદન પાઠવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડિરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા, પીંકીબેન પારવાની તેમજ તમામ ટીચર્સે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text