ટંકારામાં ચડી-ટીશર્ટ પહેરી આવેલી ગેંગનો તરખાટ : ચારેક ફેક્ટરીમાં હાથફેરો કરી ગયા

- text


બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી અંધારામાં અદ્રશ્ય થતી ટોળકીથી ઉદ્યોગપતિમા ફફડાટ : તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

ટંકારા : ટંકારા તાલુકામાં ઉદ્યોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા ચારેક કારખાનાઓમાં બે દિવસ પૂર્વે મધ્ય રાત્રીના ચડી ટીશર્ટ પહેરેલ તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ચોરીના બનાવને અંજામ આપી તસ્કરો અંધારામાં ઓગળી ગયા હતા. તસ્કરોએ લજાઈ નજીક આવેલ દેવ પોલીપેક, ઝીકોબા સોક્સ, મોરબી એન્જી. વર્કસ અને સિલ્વર રીસાયકલ સહીતની ફેકટરીઓની ઓફીસમાંથી દલ્લો ઉસેડી ગયા હતા જો કે, હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

ટંકારાના લજાઈ રોડ ઉપર ટીશર્ટ ચડી ધારી ગેંગ દ્વારા ઝીકોબા સોક્સ ફેક્ટરીની બારી અને દરવાજા તોડી પાંચથી આઠ હજારની રોકડ રકમ ચોરી કરી હતી. જ્યારે મોરબી એન્જી. વર્કસમાંથી 70થી 85 હજારની રોકડ તેમજ સિલ્વર રીસાયકલમાંથી 2 થી 4 હજારની રોકડ ચોરી કરી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. બનાવ પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વની બાબત તો એ છે કે તસ્કરોએ જે – જે કારખાનાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો ત્યાંથી માત્ર રોકડ રકમની જ ચોરી કરી હતી. એકાદ-બે ફેકટરીમાં લેપટોપ સહિતની કીમતી ચીજવસ્તુઓ પડી હતી જોકે તસ્કરોએ તેને હાથ પણ લગાડ્યો ના હતો. અને માત્ર રોકડની ચોરી કરી નાસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ જ્યાં ચોરીને અંજામ આપ્યો તે ફેકટરીઓમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોય જેથી તસ્કરોએ ઓળખ છતી ના થાય તેની પણ તકેદારી રાખી હતી અને સીસીટીવી કેમેરા તેમજ રાઉટરમાં તોડફોડ કરી હતી. સાથોસાથ તસ્કરો ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. છતા એકાદ ફેક્ટરીની આંખે ચડી ગયેલા તસ્કરોનો વિડીયો વાયરલ થયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text