મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ગરબા નૂત્ય ખૂબ પ્રખ્યાત છે. નવ દિવસ ગરબા રમી માતાની આરતી અને આરાધના કરી નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રિના તહેવાર નિમિત્તે મોરબી ખાતે નીલકંઠ સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓએ ધામધૂમથી ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી. બેસ્ટ ગરબા રમનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગરબા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓમાં ધો. 4 અને 5 ગર્લ્સમાં પ્રિન્સેસ : મીરાણી ક્રિષા, બેસ્ટ ડ્રેસ : પાઘડાળ ધ્યાના, બેસ્ટ એક્શન : જેઠલોજા માહી તેમજ ધો. 6થી 8 ગર્લ્સમાં પ્રિન્સેસ : મહેશ્વરી ધૈરવી, બેસ્ટ ડ્રેસ : મહેશ્વરી ભૂમિ, બેસ્ટ એક્શન : જોબનપુત્રા વંશીકા અને ભટ્ટી મુસ્કાન તથા ધો. 9થી 12 ગર્લ્સમાં પ્રિન્સેસ : સોલંકી કલ્પિતા, બેસ્ટ ડ્રેસ : રાઠોડ મિતાલી અને બુખારી અંજુમન, બેસ્ટ એક્શન : ભોજાણી અનમોલ, પઢારિયા ઝલક અને સાવરિયા જીયા અને ધો. 4થી 5 બોયઝમાં પ્રિન્સ : હડીયલ શુભમ, બેસ્ટ ડ્રેસ : ભટ્ટ રુદ્ર, બેસ્ટ એક્શન : પટેલ વેદ, ધો.6 થી 8 બોયઝમાં પ્રિન્સ : કાસુન્દ્રા પાર્થ, બેસ્ટ ડ્રેસ : જાદવાણી નૈતિક, બેસ્ટ એક્શન : મોરડીયા નિરમય, ધો. 9થી 12 બોયઝમાં પ્રિન્સ : સવસાણી મીત, બેસ્ટ ડ્રેસ : જોષી પ્રિયાંશુ, બેસ્ટ એક્શન : ગોસાઈ પ્રિયાંશનો સમાવેશ થાય છે.

નવરાત્રી નિમિત્તે નીલકંઠ સ્કૂલમાં યોજાયેલ “રાસ ગરબા સ્પર્ધા”માં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text