મોરબી બી ડિવિઝન ખાતે તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

- text


મોરબી : આગામી સમયમાં દિવાળી, ઇદ સહિતના તહેવારો આવી રહ્યા હોય આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારો ઉજવાઈ તે માટે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં વિગતવાર ચર્ચાના અંતે આગામી તમામ તહેવારો એકદમ શાંતિથી અને કોમી એખલાસભેર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text