માળીયા તાલુકા કોંગ્રેસની ઓ.બી.સી. સમિતિના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


માળીયા (મી.) : માળીયા તાલુકા ઓ.બી.સી. કોંગ્રેસ સમિતિના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીર દ્વારા માળીયા મિયાણા તાલુકાના OBC પ્રમુખ તરીકે પ્રભુભાઇ લખમણભાઇ નાટડાની નિમણુક કરવામાં આવતા, તેમણે પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ના મહામંત્રી અને મોરબી શહેર જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડની હાજરીમાં મોરબીના માળિયા તાલુકાના હોદ્દેદારોની નિમણુક આપવામાં આવેલ હતી. આ તકે હાજર મોરબી જિલ્લા મહામંત્રી મનસુખભાઈ વાઘેલા અને મોરબી શહેર પ્રમુખ લખુભા ગઢવી ઉપસ્થિત રહેલ હતા.

આ તકે મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીરે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની તમામ તાલુકાની ઓ.બી.સી.ની ટીમ ગામડે-ગામડે જઈ સંગઠન મજબૂત કરી ગામના કામને આગળ વધારશે. આ તકે માળીયા તાલુકા પ્રમુખ પ્રભુભાઇ આહીરે માળીયા મીયાણા તાલુકા ઓ.બી.સી.ની 80% વસ્તીને જાગૃત કરવાની ખાતરી પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીરને આપી હતી.

આ કાર્યક્રમમાં સરપંચ લખમણભાઇ, તાલુકાના સદસ્ય લખમણભાઇ નાટડા, ઉપસરપંચ શંકરભાઈ બાબરીયા, પંચાયત સભ્ય શક્તિસિંહ ધ્રુપદસિંહ જાડેજા, બોડકી માજી સરપંચ આયુબભાઈ કૈડા હાજર રહેલ હતા. તેમ મોરબી જિલ્લા ઓ.બી.સી. કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ આહીરની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text