મોરબીના નવજીવન વિદ્યાલયના ખેલાડીઓએ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મેદાન માર્યું

- text


મોરબી : મોરબીના નવજીવન વિદ્યાલયના ખેલાડીઓએ જિલ્લા કક્ષાની અન્ડર-19 કબડ્ડી સ્પર્ધામાં મેદાન માર્યું હતું.

યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ- ગાંધીનગર દ્વારા આયોજિત શાળાકીય લેવલે અંડર-19 ભાઈઓ તથા બહેનોની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન ગત તા. 15ના રોજ આદર્શ નિવાસી શાળા-જોધપર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લાના દરેક તાલુકાના ભાઈઓ તથા બહેનોની  ટીમો એ ભાગ લીધેલ હતો.

જેમાં નવજીવન વિદ્યાલય (DLSS) મોરબીની ભાઈઓ તથા બહેનોની ટીમએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર મેળવી વિજેતા બની સમગ્ર મોરબી જિલ્લામાં મેદાન માર્યું હતું. જે બદલ શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી. બી. પાડલિયા, કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text