મોરબીમાં ‘સ્પા’ના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ

- text


કોરોના મહામારીમાં સ્પા ખોલવાની મનાઈ છતાં ખુલ્લેઆમ ગલગલીયા કરાવતા સાત સ્પા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી

મોરબી : મોરબી શહેરમાં કોરોના મહામારી અંતર્ગત કેન્દ્ર રાજ્ય સરકારની ગાઈડ લાઈનમાં સ્પષ્ટ મનાઈ હોવા છતાં ગલગલીયા કરાવતા સ્પા ખુલ્લે આમ ધમધમી રહ્યા હોય અંતે ગઈકાલે એ ડિવિઝન પોલીસે આવા સાત સ્પા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ફેમિલી સ્પાની આડમાં મોરબી સહિત રાજ્યભરમાં પરપ્રાંતીય યુવતીઓ મારફતે મખમલી મસાજ કરવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે અને શોખીન ગ્રાહકો પાસે રૂ.1000થી 5000 સુધી પ્રતિકલાકનો ચાર્જ વસુલવામાં આવે છે. જો કે, કોવિડ ગાઈડલાઈનમાં આવા સ્પા ના હાટડા શરૂ કરવા મનાઈ હોવા છતાં અગાઉ છાને ખૂણે બાદ હવે મોરબીમાં સરાજાહેર આવા સ્પાના હાટડાના શટર ઉઘાડી નાખવામાં આવતા પોલીસને પણ મજબૂરી વશ કાર્યવાહી કરવી પડી છે.

- text

ગઈકાલે એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર યશ બેંકની ઉપર ક્રાઉન સ્પા ચલાવતા કાદર નિયામતભાઈ સિપાઈ, સ્કાય મોલમાં બીજા માળે બ્લેક કોરા સ્પા ચલાવતા સંજય વલ્લભભાઈ નંદાસરા, સાવસર પ્લોટમાં યુનિક સ્પા ના સંચાલક હર્ષદ ભીખારામ દેવમુરારી, શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝામાં સનરાઈઝ સ્પા ચલાવતા દીપેન્દ્ર બ્રિજમોહનના સ્પાના શટર બંધ કરાવ્યા હતા.

આ ઉપરાંત કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ગુલમહોર સ્પા ચલાવતા બળવંત મોતીભાઈ નકુમ, ઉમિયા સર્કલ નજીક ગેલેક્સી પ્લાઝામાં સ્કાય હોલ્ડ સ્પા ચલાવતા નવીન લલિત સિંગ અને પંચાસર ચોકડી પાસે બોડીકેર સ્પા ચલાવતા અશ્વિન કેસવજીભાઈ સનીયારા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 188, 269 અને કોવિડ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text